 મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ (1) ૧૦૦/૨૦૧૬૧૭ અધિક મદદનીશ ઇજનેર, (2) જા.ક્ર. ૧૦૬/૨૦૧૬૧૭ ખેતી મદદનીશ, (3) જા.ક્ર. ૧૦૯/૨૦૧૬૧૭, ફિમેલ હેલ્થ વર્કર, (4) જા.ક્ર. ૧૧૦/૨૦૧૬૧૭ આસીસ્ટન્ટ સ્ટોર કીપર, વર્ગ-૩ અન્વયેના સંવર્ગોની સ્પર્ધાત્મક લેખિત કસોટી સપ્ટેમ્બર-૨૦૧૭ માં યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉકત જાહેરાતોમાં "અરજીપત્રકમાં જનરલ કેટેગરી સિલેકટ કરનાર (PH અને Ex. Service man કેટેગરી સિવાયના) ઉમેદવારો દ્વારા પરીક્ષા ફી ભરવા માટેની નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરવામાં નહીં આવે તો તેવા ઉમેદવારોના અરજી પત્રકો રદ કરવામાં આવશે." એ શરત અન્વયે મંડળ દ્વારા જે ઉમેદવારોના અરજીપત્રકો, ઉમેદવારે નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરેલ નથી તે કારણસર રદ કરવામાં આવેલ છે. તેમજ જાહેરાતોમાં તમામ કેટેગરીના જે ઉમેદવારોએ એક કરતાં વધારે અરજીપત્રક રજીસ્ટર્ડ-કન્ફર્મ કરેલ છે તેવા ઉમેદવારો દ્વારા છેલ્લે રજીસ્ટર્ડ કરેલ અરજીપત્રકને માન્ય રાખી અગાઉ કરેલ અરજીપત્રકને રદ કરવામાં આવેલ છે. જેની સંવર્ગ-જાહેરાતવાર વિગતો -યાદી નીચે આપેલ લીન્ક ફાઇલ પર મૂકવામાં આવેલ છે. જે ખાસ જોઇ લેવા જણાવવામાં આવે છે. |