 જાહેરાત ક્રમાંકઃ ૧૧૧/૨૦૧૬૧૭, “મ્યુનિસીપલ એકાઉન્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગની જગાઓ સીધી ભરતીથી ભરવા માટે તા.૦૩/૦૯/૨૦૧૭ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા અને તા.૨૫/૦૧/૨૦૧૮ના રોજ લેવાયેલ કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટના અંતે પસંદગી / પ્રતિક્ષાયાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે તેવા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમની ઉમેદવારો માટેની સૂચનાઓ.
સબંધિત ઉમેદવારોને તારીખ ૧૬/૦૩/૨૦૧૬ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે નીચેના સ્થળે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.
સ્થળઃ- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં.-૨, પહેલો માળ, “કર્મયોગી ભવન”,
સેક્ટર-૧૦/એ, નિર્માણ ભવનની પાછળ, ગાંધીનગર- ૩૮૨ ૦૧૦ ની કચેરી ખાતે.
. |
તમામ ઉમેદવારો માટેની સૂચનાઃ
(૧) તમામ ઉમેદવારોએ ઉ૫રોકત સ્થળે નીચેના અસલ પ્રમાણપત્રો/દસ્તાવેજો અને તેનો, સ્વ-પ્રમાણિત કરી અને તેની નીચે સહી કરેલો ૧ ઝેરોક્ષ સેટ તેમજ પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અચુક સાથે લાવવાના રહેશે.
(ક) સ્નાતક (સેકન્ડ ક્લાસ) ડીગ્રી સર્ટીફિકેટ
(ખ) ધોરણ-૧૨ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર
(ગ) ધોરણ-૧૦ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર
(ઘ) શાળા છોડયાનું પ્રમાણપત્ર
(ર) સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ના ઠરાવ મુજબનું કોમ્પ્યુટરના બેઝીક નોલેજ બાબતનું પ્રમાણપત્ર
(૩) એસ.સી./એસ.ટી./એસ.ઇ.બી.સી. વર્ગના ઉમદવારો માટે જાતિ અંગેનું સક્ષમ અધિકારી ધ્વારા અપાયેલ પ્રમાણપત્ર
(૪) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું નિયત નમૂનાનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૨૭/૦૪/૨૦૧૦ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટ-૪ (ગુજરાતી) ના નમૂનામાં તા.૦૧/૦૪/૨૦૧૫ થી તા.૩૧/૦૩/૨૦૧૬ ના સમયગાળાની આવકને ધ્યાને લઈ, તા.૦૧/૦૪/૨૦૧૬ થી તા.૦૭/૦૨/૨૦૧૭ સુધીના સમયગાળાનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું પ્રમાણપત્ર અરજીમાં દર્શાવ્યા મુજબના પ્રમાણપત્રના નંબર અને તારીખવાળું લાવવાનું રહેશે. રાજય સરકારની નોકરીઓ માટેનું પરિશિષ્ટ-૪ ગુજરાતી પ્રમાણપત્ર જ માન્ય ગણાશે.
(૫) અરજીપત્રકમાં રમતગમતની વિગતો ધરાવતા હોવાનું દર્શાવેલ ઉમેદવારોએ સામાન્ય વહીવટ વિભાગના તારીખ: ૦૧/૦૮/૧૯૯૦ ના ઠરાવના નમુના મુજબ માન્ય રમતગમતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. નિયત નમૂનાના પ્રમાણપત્ર મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. (લીંક-1)
ક્રમ નં.(૧) અને (ર) માં દર્શાવેલ પ્રમાણપત્રો તમામ ઉમેદવારોને લાગુ પડશે. જયારે ક્રમ નં. (૩) થી (૫) ના પ્રમાણપત્રો જે ઉમેદવારોના કિસ્સામાં લાગુ પડતા હોય તે ઉમેદવારોએ લાવવના રહેશે. |
. |
વધુમાં અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમના સ્થળે તારીખવાર/સમય મુજબ જે તે ઉમેદવારોના સીરીયલ નંબર દર્શાવેલ છે, તે મુજબ તેમણે ફરજીયાત હાજર રહેવાનું છે. |
. |
૩. પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ સ્થળે કોઇપણ ઉમેદવારની સાથે આવેલ વાલીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ સ્થળે ઉમેદવારો ધ્વારા મોબાઇલના ઉ૫યોગનો પ્રતિબંધ છે. |
. |
ઉમેદવારે પોતાના કોઇપણ આઇડેન્ટીટી પ્રૂફ જેવા કે ડ્રાઇવીંગ લાઇસન્સ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ કે પાનકાર્ડ અસલમાં અચૂક સાથે લાવવાનું રહેશે તેમજ તેની ૧ ઝેરોક્ષ નકલ સ્વ-પ્રમાણિત કરી આપવાની રહેશે. |
. |
મહિલા ઉમેદવાર જો પરણિત હોય અને અરજી તેમજ પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર/સરકારી ગેઝેટ કે એફીડેવીટ રજૂ કરવાના રહેશે. |
. |
જે ઉમેદવારો સરકારી સેવામાં ફિડર કેડરમાં ફરજો બજાવતા હોય તેવા ઉમેદવારોએ તેઓની કચેરી/ખાતાનું નોકરીમાં જોડાયા તારીખ/સમયગાળાનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે. |
. |
અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે નિયત તારીખ અને સમયે ઉમેદવાર હાજર નહિ રહે તો ઉમેદવારને "ગેરહાજર" ગણી યાદીમાંથી ગેરહાજર ઉમેદવારનો બેઠક નંબર "કમી" કરવામાં આવશે અને ભવિષ્યમાં આ બાબતનો કોઈ હક્ક દાવો ધ્યાને લેવામાં આવશે નહી. તેની ખાસ નોંધ લેવી. અનિવાર્ય કારણોસર (માંદગી કે કૌટુંબિક મરણ) પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમમાં હાજર ન રહી શકાય તેવા સંજોગોમાં કારણોના પુરાવા સાથે ઉમેદવારના નજીકના વાલી (મિત્ર સિવાય) અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમમાં હાજર રહી શકશે તથા આવા વાલીએ ઉમેદવારનું સંમતિપત્ર સાથે લાવવાનું રહેશે. સંમતિપત્રનો નમૂનો (લીંક-2). |
. |
૮. ઉમેદવારોની પસંદગી તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણીને આધીન રહેશે. ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્રો/ દસ્તાવેજોમાં અને ઉમેદવારની અરજીની વિગતોમાં જો કોઇ વિસંગતતા જણાશે તો આ બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા જે કોઇ નિર્ણય કરવામાં આવે તે આખરી અને ઉમેદવારને બંધનકર્તા રહેશે. |
. |
૯. પ્રમાણપત્રોની ચકાસણી માત્રથી નિમણૂંક માટેનો કોઈ હક્ક આપોઆપ ઉમેદવારને મળી જતો નથી. તેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. હાલમાં નિયત ૨૫ (પચીસ) જગાઓ સામે કુલ- ૩૫ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે, પ્રમાણપત્રોની ચકાસણી બાદ મંડળ દ્વારા કુલ- ૨૫ ઉમેદવારોની પસંદગી યાદી અને કુલ જગાના ર૦% ઉમેદવારોની કેટેગરી વાઈઝ પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. |
|