મંડળનો ટૂંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તાઃ ર૧-૩-૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬- ૧૬૧૫-ગ.૩ થી "સ્ટાફ સીલેકશન કમિશન" ની તેમાં નિયત કરેલ કાર્યો બજાવવા માટે રચના કરવામાં આવી હતી. સા.વ.વિભાગના તાઃ રર-૧૧-૧૯૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬-૧૬૧૫-ગ.૩ થી આ કમિશનના નામને, તેની કામગીરી, કાર્યક્ષેત્ર વિગેર બાબતો લક્ષમાં લેતાં, વધુ સ્૫ષ્ટ બનાવવાના હેતુથી તેનું "ગુજરાત કર્મચારી ૫સંદગી મંડળ" રાખવાનું ઠરાવવામાં આવ્યુ હતું ૫રંતુ રાજયમાં ગુજરાત જાહેર સેવા આયોગ નામનું આયોગ અસ્તિત્વમાં હોઈ, એક જ હેતુ માટે બે આયોગ હોઈ ન શકે તેથી સા.વ.વિભાગના તાઃ ૦૧-૦૫-૧૯૯૦ ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૦૮૮-રર૪૧-ગ.૩ થી મંડળનું નામ "ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ" રાખવામાં આવ્યું છે. આ કચેરી ખાતાના વડાની કચેરીનો દરજજો ધરાવે છે. ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળની ફરજોઃ બિન સચિવાલય સંવર્ગની વર્ગ-૩ ની સીધી ભરતીથી ભરાતી જગ્યાઓ, રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ ભરવાની, સ્વ. કર્મચારીઓના આશ્રિતને રહેમરાહે નોકરી આ૫વાની, રાજય સરકાર હેઠળના તમામ વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના તમામ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓ યોજવી વગેરે. |