 મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ (1) ૧૩૦/૨૦૧૬૧૭ મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક (સિનીયર) (2) ૧૩૫/૨૦૧૭૧૮ કંપાઉન્ડર (આયુર્વેદ), વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ - એમ બંને કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની ડોકયુમેન્ટ વેરીફિકેશન માટેની યાદી તા. ૨૧/૦૩/૨૦૧૮ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉકત ડોકયુમેન્ટ વેરીફિકેશનને અંતે ઉકત યાદી પૈકી પસંદગી / પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી તેમજ પસંદગી / પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ( Disqualified / Not Selected / Absent) ઉમેદવારોની યાદી નીચે આપેલ લીન્ક ફાઇલ પર મૂકવામાં આવેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.
નોંધઃ- ઉકત સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ઉપસ્થિત રહેલ અન્ય તમામ ઉમેદવારો ઉકત બંને પરીક્ષામાં મેળવેલ માર્કસની વિગતો ( MARK-SHEET ની નકલ) gsssbresults.in ની લિંક પરથી તા. ૧૫/૦૪/૨૦૧૮ થી તા. ૩૦/૦૪/૨૦૧૮ દરમ્યાન જોઇ શકશે/ ડાઉનલોડ કરી શકશે. આ અંગે દરેક સંબંધિત ઉમેદવારે પોતાનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખવાની રહેશે જેની નોંધ લેવી. |