 જાહેરાત ક્રમાંક: ૧૧૨ /૨૦૧૬૧૭ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય,ગાંધીનગરના નિયંત્રણ હેઠળની નિયામકશ્રી, નગરપાલિકાઓ ગાંધીનગરની કચેરી હસ્તકની “મ્યુનિસિપલ ડેપ્યુટી એકાઉન્ટન્ટ” વર્ગ-૩-સંવર્ગની જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંક: ૧૧૨/૨૦૧૬૧૭ અન્વયે તા.૦૩/૦૯/૨૦૧૭ના રોજ લેવાયેલ લેખીત સ્પધાત્મક પરીક્ષા ભાગ-૧ તથા તા.૨૯/૦૧/૨૦૧૮ના રોજ યોજવામાં આવેલ કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી (કાર્યક્ષમતા) ટેસ્ટને અંતે પસંદગી યાદી / પ્રતિક્ષાયાદીમાં સમાવવાપાત્ર ૪૩ ઉમેદવારો કે જેઓને પ્રમાણપત્રોની ચકાસણી માટે તા.૨૦/૦૩/૨૦૧૮ના રોજ મંડળની કચેરી ખાતે બોલાવવામાં આવેલ, જેમા ૧૩ ઉમેદવારો ગેરહાજર રહેલ છે. પસંદગી યાદી/પ્રતિક્ષાયાદી માટે કેટેગરી વાઈઝ પૂરતા પ્રમાણમાં ઉમેદવારો ઉપલબ્ધ થયેલ ન હોઈ, વધુ ઉમેદવારોને તા.૨૨/૦૩/૨૦૧૮ના રોજ સવારે ૧૧ કલાકે નીચેના સ્થળે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે. સ્થળઃ- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં.૨, પહેલો માળ, “કર્મયોગી ભવન”, નિર્માણ ભવનની પાછળ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર - ૩૮૨ ૦૧૦ ની કચેરી ખાતે. ઉમેદવારોની યાદી માટે અહી ક્લિક કરો. |