૧ | જાહેરાત ક્રમાંક ૬૦/ર૦૧પ૧૬ મહેસૂલ વિભાગ હેઠળની કલેકટર કચેરીઓના રેવન્યુ તલાટી સંવર્ગ વર્ગ-૩ ની સીધી ભરતી માટે પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદીમાં સ્થાન પામનાર ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે તા. ૨૧/૦૭/ર૦૧૬ થી તા. ૧૧/૦૮/ર૦૧૬ દરમ્યાન નીચેના સ્થળે અને સમ્યે, સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની નવી કચેરી, કર્મયોગી ભવન, બ્લોક નં.ર, પહેલો માળ, નિર્માણ ભવનની પાછળ, સેકટર-૧૦-એ, ગાંધીનગર. |
૨ | તમામ ઉમેદવારોએ ઉ૫રોકત સ્થળે નીચેના અસલ પ્રમાણપત્રો/દસ્તાવેજો અને તેનો ૧ ઝેરોક્ષ નકલનો સેટ અરજીપત્રકમાં ઉમેદવારે લગાવેલ ફોટોગ્રાફ જેવા જ પાસપોર્ટ સાઇઝના ર (બે) ફોટા સાથે લાવવાના રહેશે. (ક) ધોરણ-૧૨ની માર્કશીટ અને પ્રમાણપત્ર. (ખ) ધોરણ-૧૦ની માર્કશીટ અને પ્રમાણપત્ર. (ગ) શાળા છોડયાનું પ્રમાણપત્ર |
૩ | કોમ્પ્યુટરના બેઝીક નોલેજ બાબતે સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ના ઠરાવ મુજબ પ્રમાણપત્ર. |
૪ | એસ.સી./એસ.ટી./એસ.ઇ.બી.સી. વર્ગના ઉમદવારો માટે જાતિ અંગેનું સક્ષમ અધિકારી ધ્વારા અપાયેલ પ્રમાણપત્ર. |
૫ | સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું નિયત નમૂનાનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૬-ર-૧૯૯૬ ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ઠ-ક (ગુજરાતી)ના નમૂનામાં તા.૦૧/૦૪/૨૦૧૪ થી તા.૩૧/૦૩/૨૦૧૫ સુધીના સમયગાળાની આવક્ને ધ્યાને લઇને તા. ૦૧/૦૪/૨૦૧૫ થી તા. ૩૧/૧૨/૨૦૧૫ દરમિયાન મેળવેલ પ્રમાણપત્ર અરજીમાં દર્શાવ્યા મુજબના પ્રમાણપત્રના નંબર અને તારીખવાળું લાવવાનું રહેશે.રાજય સરકારની નોકરીઓ માટેનું ગુજરાતી પ્રમાણપત્ર માન્ય ગણાશે. અંગ્રેજી નમુનાનું પ્રમાણપત્ર કેન્દ્ર સરકારની નોકરી માટેનું હોઇ, તે માન્ય રાખવામાં આવશે નહિ. |
૬ | વિકલાંગ ઉમેદવારોએ સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૧૨/૨૦૦૮ના પરિપત્ર ક્રમાંકઃપરચ/૧૦૨૦૦૮/૪૬૯૫૪૦/ગ-૨ થી નિયત થયેલ સુપ્રિન્ટેન્ડન્ટ/સિવિલ સર્જનનું તબીબી પ્રમાણપત્ર લાવવાનું રહેશે.(નમુનો) (લીંક-૧)  |
૭ | અરજીપત્રકમાં રમતગમતની લાયકાત ધરાવતા હોવાનું દર્શાવેલ ઉમેદવારોએ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૫/૦૨/૧૯૮૦ના ઠરાવના નમૂના મુજબ માન્ય રમતગમતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. .(નમુનો) (લીંક-૨)  |
૮ | ઉમેદવાર Ex. Serviceman હોય તે કિસ્સામાં જે તે ખાતા તરફથી ઇસ્યુ કરેલ Discharge Book અને ઓળખપત્ર લાવવાના રહેશે. |
૯ | વિધવા ઉમેદવારોના કિસ્સામાં પોતાના પતિનું મરણનું પ્રમાણપત્ર તથા પુનઃ લગ્ન નથી કર્યા તે બાબતનું સોગંદનામુ રજુ કરવાનું રહેશે. ક્રમ નં. ર તથા ૩ માં દર્શાવેલ પ્રમાણપત્રો તમામ ઉમેદવારોને લાગુ પડે છે. જયારે ક્રમ નં. ૪ થી ૯ ના પ્રમાણપત્રો જે ઉમેદવારના કિસ્સામાં લાગુ પડતા હોય તે ઉમેદવારોએ લાવવાના રહેશે. |
૧૦ | ઉમેદવારે પોતાના કોઇપણ ફોટાવાળા આઇડેન્ટીટી પ્રૂફ જેવા કે ડ્રાઇવીંગ લાઇસન્સ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ કે પાનકાર્ડ અસલ તથા તેની ફોટો કોપી અચૂક સાથે લાવવાનાં રહેશે. |
૧૧ | મહિલા ઉમેદવાર જો પરિણીત હોય અને અરજી તેમજ પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર/સરકારી ગેઝેટ કે એફીડેવીટ રજૂ કરવા જરૂરી છે. |
૧૨ | ઉમેદવારોની મહેસૂલી તલાટીની જગ્યા માટેની ફાળવણી તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણીને આધીન રહેશે. ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્રો/દસ્તાવેજોમાં અને ઉમેદવારની અરજીની વિગતોમાં જો કોઇ વિસંગતતા જણાશે તો આ બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા જે કોઇ નિર્ણય કરવામાં આવે તે આખરી અને ઉમેદવારને બંધનકર્તા રહેશે. |
૧૩ | પ્રમાણપત્રોની ચકાસણી માત્રથી નિમણૂંક માટેનો કોઇ હક્ક આપોઆપ ઉમેદવારને મળી જતો નથી તેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. હાલમાં નિયત રપ૬૦ જગ્યા સામે વધુ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. ચકાસણી બાદ મંડળ દ્વારા રપ૬૦ ઉમેદવારોની પસંદગી યાદી અને કુલ જગ્યાના ૧૦% જેટલા ઉમેદવારોની કેટેગ્રીવાઇઝ પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. |
૧૪ | પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોમાંથી ઉપલબ્ધ જગ્યા માટે પર્યાપ્ત લાયકી ઉમેદવારો સી.એ.નં. ૪૩૧૦-૪૩૧૧/૨૦૧૦ યુનિયન ઓફ ઇન્ડીયા વિરૂધ્ધ રમેશ રામ અને અન્યના કેસમાં નામ. સુપ્રિમ કોર્ટના ચુકાદાની અમલવારીના કારણે વધુ ઉમેદવારો બોલાવેલ હોવા છતાં ઉપલબ્ધ નહિં થાય તો કવોલીફાય થયેલ પરંતુ ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે નહિ બોલાવેલ ઉમેદવારોની યાદીમાંથી મેરીટના ધોરણે જે તે કેટેગરીની જરૂરીયાત મુજબ વધારે ઉમેદવારો બોલાવવામાં આવશે અને તેઓની જે તે કેટેગરીની ખાલી જગ્યા ઉપર ફાળવણી અંગે કાર્યવાહી કરવામાં આવશે અને ઉકત ચુકાદાની અમલવારીને કારણે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારો બહાર પણ નીકળી શકશે જે બાબતની ખાસ નોંધ લેવી. |
૧૫ | અનિવાર્ય કારણોસર ( માંદગી કે કૌટુંબિક મરણ ) પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમમાં હાજર ન રહી શકાય તેવા સંજોગોમાં તેના પુરાવા સાથે ઉમેદવારના નજીકના વાલી(મિત્ર સિવાય) અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ અને સમયે હાજર રહી શકશે તથા આવા વાલીએ ઉમેદવારનું સંમતિપત્રક અચુક લાવવાનું રહેશે. .(નમુનો) (લીંક--૩)  |
૧૬ | જો કોઇ ઉમેદવાર અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે નિયત તારીખે અને સમયે હાજર નહિ રહે તો તેઓને ગેરહાજર ગણી યાદીમાંથી તેમનો બેઠક નંબર કમી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ બાબતનો તેમનો કોઇ હક્ક દાવો ધ્યાને લેવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી. |
૧૭ | રેવન્યુ તલાટીની રપ૬૦ ખાલી જગ્યાઓની જિલ્લાવાઇઝ કેટેગરીવાઇઝ સંખ્યા દર્શાવતુ પત્રક. (લીંક--૪)  |
૧૮ | જાહેરાતમાં દર્શાવેલ રપ૬૦ જગ્યાઓ પૈકી ૧૫૦૦ જગ્યાઓ આ બાબતે થયેલ S.C.A. NO. 11149/2015 ના આખરી ચુકાદાને આધીન રહેશે. જેની સંબંધીત ઉમેદવારોએ નોંધ લેવી. |
૧૯ | પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્ર ઠરેલ ઉમેદવારોને આ બાબતે RPAD પત્ર રવાના કરવામા આવી રહેલ છે. પરંતુ કોઇ કારણસર નિયત સમય મર્યાદામા ન મળે તેવા ઉમેદવારોએ પણ મંડળ ની વેબસાઇટ મા તેઓના નામ સામે દર્શાવેલ તારીખે અને સમયે ઉપસ્થિત રહેવા આથી જણાવવામા આવે છે. |